fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Kidz School

ABOUT US

ABOUT

વિસનગરના નારીરત્ન , શિક્ષણભેખધારી પૂ. સ્વ. નિર્મળાબહેન વા. દેસાઇ

નિવૃત પ્રિન્સી, મહિલા ટ્રેનિગ કોલેજો , વડોદરા , પાટણ – સરકારી નોકરીમા બદલી થતાં એ.ડી.ઇ.આઈ. તરીકે વિસનગર આવેલા ત્યારે વિસનગર આવેલા ત્યારે , કૌટુંબિક શિક્ષણસેવાપ્રવૃતિ અને ગામમાં બાળવિકાસ હેતુથી , કંસારા પોળમાં માત્ર ૧૫ બાળકોનું બાલમંદિર , “નવયુગ શિશુનિકેતન” નામકરણ સાથે, ગોલવાડના કૂવા પાસેના એક નાનકડા મકાનમાં, કશાય પ્રચાર – દેખાવ વિના, પણ વિનમ્ર- દ્રઢ સંકલ્પ થી શરૂ કર્યું -૧૯૫૩માં.

એમની વિલક્ષણ દીર્ધદ્રષ્ટિ અને સિદ્ધાંતનિષ્ઠા તેમ જ પ્રેરણા હેઠળ , પ્રારંભ-સ્થળથી ગોલવાડ શેઠ શ્રી ડોસાભાઈના મકાનમાં, ત્યાથી શ્રી ભાગીરથીબહેન ભિમુખા શાહના મકાનમાં અને ત્યાથી ગૂંદીખાંડ શેઠ શ્રી હરિચંદ મંછારામ પંચાલના મકાનમાં બાલમંદિરની ધીમી – દ્રઢ પ્રગતિ થતી રહી.

સર્વશ્રી હંસાબહેન દેસાઇ(દવે), રાસબિહારી દેસાઇ, સરલબહેન જાલા(ડેન્ટિસ્ટ ડો. રજનિકર જાલાના પત્ની , મુંબઈ ના સુખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. કે. ટી. ધોળકિયાના મોટાબહેન), સ્વ. રમણલાલ દેસાઇ, ઇન્દિરાબહેન દેસાઇ, સ્વ. કવિ વિઠ્ઠલભાઈ બ્રહમભટ્ટ , પિયુષ મહારાજા, પર્લિકર, બાબુભાઇ ભાવસાર, ડો દેવવ્રતકુમાર (હાલ અમેરિકામાં) વગેરે સ્વજનોના હસ્તે સંસ્થાનું જતન – પાલન થતું રહ્યું. બાલમંદિરથી ધો. ૪ ના ૪૦૦ બાળકો સુધી સંસ્થાનો વિકાસ થતો રહ્યો.

નિળુબહેને યોગ્ય પળે ૧૯૬૫માં, ગુરુ અને લધુ બંધુઓ સ્વ. રમણભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈ પરિવારોના સાથ સહકાર થી, ખાનગી સંસ્થા, હ્રદયપૂર્વક સાચા અર્થમાં ટ્રસ્ટ – સમર્પિત કરી, એમના નખશિખ ત્યાગમય જીવનનો સમુચિત પ્રતિધોષ પાડ્યો.

સ્વ. રાયસાહેબ ગિરધરલાલ દયારામ મહેતા (ધ ગ્રાન્ડ ઓલ્ડ સર્વિસેબલ રોટેરિયન ઓફ વિસનગર) ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ. તેમના નિધન બાદ સુપુત્ર સ્વ. વિષ્ણુપ્રસાદ ગિ. મહેતા અને એમના નિધન બાદ વિસનગરના “ફરિશ્તા” ડો. ગજેન્દ્ર આચાર્ય જેવા મહાનુભાવો જીવનપ્રયંત, ટ્રસ્ટ અધ્યક્ષ પદે સંસ્થાને સતત બળ – હુંફ આપતા રહ્યા. તદુપરાંત સ્વ. રમણલાલ દેસાઇ, સ્વ. રસીકલાલ પંડિત, સ્વ. હકમસિંધ બનવેત (સરદારજી), સ્વ. ડો. ગિરીશ રા. દવે, સ્વ. રમણીકલાલ ત્રિ. મણિયાર (ગુજરાત રાજયના પ્રથમ મંત્રી મંડળમાં ગૃહરાજય મંત્રી, ઉધોગવીર, નગરપાલિકાધ્યક્ષ, અને સંસ્થાઓના અગ્રણી) જેવા સમર્પિત વડીલોએ ટ્રસ્ટીગણમાં નોધપાત્ર સેવાઓ આપી. દરમ્યાન શ્રી પ્રણાવાનંદ આશ્રમ – ભારત સેવાશ્રમ સંધના મહામાહિમ સંત પ.પૂ. અદ્વ્રેતાનંદજી મહારાજના પ્રત્યક્ષ પ્રેરણાશિષ મળતા રહ્યા.

હાલમાં આજીવન શિક્ષણ – સાહિત્યકાર, જ્ઞાનવૃદ્ધ પ્રાધ્યાપક અને આનર્તપ્રદેશના અણમોલ રત્નસમાં પ્રિન્સી. જીતેન્દ્ર અ. દવે ટ્રસ્ટ અધ્યક્ષ પદે હોય એ સંસ્થાનું અહોભાગ્ય અને ગૌરવ બંને છે. વિસનગરના સેવમૂર્તિ ડો. મિહિર દ્વ્રા. જોશી પણ સંસ્થાના સદૈવના સાથી બની રહ્યા છે.

ગૂંદીખાદ ઉપરાંત સ્ટેશન રોડ પર સ્વ. પ્રિન્સિ. ભાસ્કરરાવ ઉત્રાણકાર (‘ ૪૨ ની ચળવળ વેળાના વિસનગર – શહીદવીર સ્વ. ગોવિંદરાવ ઉત્રાણકારના ગુરુબંધુ ) ના મકાનમાં સંસ્થા ની બીજી શાખા, દિવ્ય જીવન સંધ શિવાનંદ આશ્રમ ઋષિકેશના યોગાચાર્ય પ. પૂ. અધ્યાત્મનંદજી ના વરદ હસ્તે ઉદધાટીત થઈ. બને શાખાઓમા, બે- બે શિફ્ટમાં કે.જી. થી ધો. ૭ સુધી આશરે ૧૦૦૦થી વધુ બાળકો સાથે વૃદ્ધિ-વિકાસ થઈ રહ્યા છે.

સંસ્થાના આવા એકધારા વિકાસ, એની પ્રતિષ્ઠા-સુવાસ ના પાયામાં, સંસ્થાની બધી જ કાર્યકર બહેનોની સૂજ-બૂજ અને સમર્પિત ધગશનો ફાળો અમૂલ્ય છે.

સંસ્થાના વાલીઓ, શહેરના નાના-મોટા નાગરિકો – અગ્રણીઓનું પ્રોત્સાહન પણ સંસ્થા માટે પ્રાણવાયુ સમાન છે. સંસ્થા એમની સદૈવ ઋણી છે.