fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Kidz School

Vision

School Vision

શિશુ ફિલ્મ

શ્રી ઉન્મેષ ચંદરવાકર પ્રારંભિક પ્રોત્સાહન – માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રનસ ફિલ્મ સોસાયટી (ઈન્ડિયા) ના સહકારથી , પરમાદરણીય શ્રી પુરુષોતમ માવળન્કર સા. તથા વિસનગર વતની , ઇંડિયન મરચન્ટસ ચેમ્બર તાત્કાલીન સેક્રેટરી અગ્રણી અર્થશાસ્ત્રી સ્વ. શ્રી રામુ પંડિતના વરદ હસ્તે સાપ્તાહિક બાળફિલ્મ પ્રવૃતિનું ઉદધાટન થયું.

કમ્પ્યુટર સેન્ટર

ફોઈમાં રમકડાંધર – ભરતભરમાં માત્ર પાંચમાની એક અને ગુજરાતમાં સૌ પ્રથમ રમકડાં લાઈબ્રેરી શરૂ કરવાનું શ્રેય આ સંસ્થાને છે. ચિલ્ડ્રન ટોય ફાઉન્ડેશન મુંબઈનો સાથ સહકાર અને વડનગરના સેવા – સંત ડો. વસંત પરિખના વરદાશિષ સાંપડયા. બાળકના બુદ્ધિ – વયક્તિત્વ વિકાસમાં ટોય લાઈબ્રેરી એક વિરલ વિભાવના છે.

સ્કાઉટ બુલબુલ

બાળ નાટય કેન્દ્ર અસાઇત સાહિત્ય સભાના મેને. ટ્રસ્ટી પ્રો. શ્રી વિનાયક રાવલ તથા વિસનગર ના શિક્ષણ – સંસ્કાર અગ્રણી અને અ.સા.સ. વિસનગર એકમના પ્રમુખ પ્રા. ડો. દિનકર ભોજક (નાટ્યરત્ન સ્વ. પૂ. જયશંકર સુંદરીના સુપુત્ર) ના પ્રેરણામાગદર્શન નીચે આ બાળનાટ્ય કેન્દ્રે અજબનું આકર્ષણ જમાવીયું છે. રાજ્ય અકાદમી ના બાળ નાટ્ય શિબિરો પણ અહી યોજાય છે. પ્રો. બકુલ ત્રિપાઠી – શ્રી પ્રિયકાન્ત પરિખ – ડો. ચિનુ મોદી ની ઉપસ્થિતિ માં કેન્દ્ર નો પ્રારંભ થયો. પીઢ નાટયકાર શ્રી જનક દવે , શ્રી કિર્તી નાયક , શ્રી રમેશ શાહ , શ્રી ઇન્દુ પુવાર જેવા નાટ્યવિદો એ શિબિર સેવાઓ આપી.

ચિલ્ડ્રન થીયએટર

૨૧ મી સદીના આરે,આ અદભુત વૈજ્ઞાનિક આવિષ્કારથી બાળકો વંચિત ન રહે તે દિશામાં જાગ્રત પ્રયત્નો કરી રહી છે. ૫,૬,૭ ધોરણના બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

સૂર – તાલ

બાળકોમાં સેવા શિસ્ત નું બિજારોપણ આ પ્રવૃતિ દ્રારા થઈ રહ્યું છે.

ટોર્ચ લાઈબ્રેરી

વિસનગરમાં જ પાંગરેલા, પ્રસિદ્ધ, સૂરીલા સ્વરકાર – ગાયક શ્રી નયનેશ જાની બાળકોની સંગીત અભિરુચિ ની માવજત કરી રહ્યા છે.